#ajay7117
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
Women’s Day - જાણો કેમ મનાવવામાં આવે છે મહિલા દિવસ અને શું છે ઈતિહાસ?
8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે શા માટે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે અને કેમ મનાવવામાં આવે છે? દેશમાં અને વિશ્વમાં અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ પ્રત્યે સન્માન આ દિવસે વ્યક્ત કરવામાં આવે છે. જે પણ મહિલાઓએ કોઈ સિદ્ધી મેળવી છે તેમને બિરદાવવામાં આવે છે. દેશમાં આ દિવસે એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસને ધામધૂમથી મનાવે છે અને આ દિવસે રંગબેરંગી રિબન પહેરીને મહિલાઓ પ્રત્યે સન્માન દાખવવામાં આવે છે. ન્યૂયોર્કમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ 1907માં સોવિયત સંઘે પણ મહિલાઓ માટે આ દિવસની ઉજવણી કરી અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ઉજવણી થવા લાગી. અમેરિકામાં સોશિયાલિસ્ટ પાર્ટીના આહ્વાન પર 28 ફેબ્રુઆરી, 1909ના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો. આ બાદ કોપેનહેગન સંમલેનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. જે બાદ મહિલાઓને વોટ આપવાનો અધિકાર પણ મળ્યો કારણ કે તે સમયે ઘણાં દેશમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. રશિયામાં મહિલાઓએ રોટી અને કપડા માટે હડતાળ શરૂ કરી. 1917ની સાલમાં એક જોરદાર લડત મહિલાઓએ આપી અને ત્યારની અંતરિમ સરકારે મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપ્યો. આમ જુલિયન કેલેન્ડર જેને રશિયામાં માનવામાં આવે છે તે મુજબ આ દિવસે મહિલાને અધિકાર મળ્યા. 8 માર્ચને તે દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
0 comments:
Post a Comment